નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2026 ભારતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને હસ્તકલા રજૂ કરતો એક રાષ્ટ્રીય સ્તરનો મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ મેળો દેશભરના આદિવાસી કારીગરો, સ્વસહાય જૂથો, ઉદ્યોગકારો અને લોકકલાપ્રેમીઓને એક જ મંચ પર જોડે છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ કાપડ, ઓર્ગેનિક અને વનઉપજ આધારિત ઉત્પાદનો, દાગીના, ચિત્રકલા અને પરંપરાગત કલાનાં વિવિધ સ્ટોલ્સ રહેશે. સાથે સાથે આદિવાસી લોકનૃત્ય, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત ભોજન અને વર્કશોપ્સ દ્વારા મુલાકાતીઓને અનોખો અનુભવ મળશે. આ મેળાનો મુખ્ય હેતુ આદિવાસી જીવનોપાર્જનને પ્રોત્સાહન આપવાનો, સીધી બજાર પહોંચ સુલભ કરવાનું, Vocal for Local અભિયાનને મજબૂત બનાવવાનું અને સંસ્કૃતિ જાળવી રાખીને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
24 Dec - 28 Dec 2026
Vyara, Gujarat
આ અદ્ભુત ઇવેન્ટમાં અમારી સાથે જોડાઓ. નોંધણી ફોર્મ ભરવા નીચેનું બટન દબાવો.
હમણાં નોંધણી કરો